ઓ રાજ મારે પ્રીતડી બંધાઇ.
દેવોના દેવથી ને આતમના આતમથી
પાકે પાયે બંધાઇ ... ઓ રાજ.
પૂરવ જનમની પ્રીતડી પૂરી કરેલી, દોરી એવી સંધાઇ;
ભવની ભાવટ મારી ભાવ કરી ભાગનારો,
એના જ રંગે રંગાઇ ... ઓ રાજ.
સૂનાં છે મેડી એના વિના મારે ને, લૂખાં અનાજ ને પાણી,
સૂનો સંસાર સારો, એના વિના છે મારી,
અંતરના આશા ભંગાઇ ... ઓ રાજ.
માન સરોવરનો હંસલો એને, ભાવે બીજું તે પાણી;
‘પાગલ’ એ મીરાંના જેવી ના જાણે કોની
કોની છે પ્રીત બંધાઇ ... ઓ રાજ.
- શ્રી યોગેશ્વરજી