MP3 Audio
*
ઓ પ્રેમી, આપણી પ્રીત પુરાણી.
તું કહે આંખમાં આંસુ શાને,
તારાથી વાત શી અજાણી;
જ્યારથી આપણે છૂટાં પડિયાં
આંખમાં વર્ષા સમાઇ... ઓ પ્રેમી.
તું કહે અંતરે અંગાર શાને,
તારાથી વાત શી અજાણી;
વિપ્રયોગ થયો, ત્યારથી
અંતરે આગ સમાઇ... ઓ પ્રેમી.
તારી મારી પ્રીત પુરાતન,
સાચે જ છે સુખદાયી;
શ્વાસ ટકી રહ્યો આજ લગી એ
પ્રીતની બલિહારી... ઓ પ્રેમી.
- શ્રી યોગેશ્વરજી