MP3 Audio
*
દુર્લભ દર્શન દો,
ઓ પ્રભુજી, દુર્લભ દર્શન દો.
વેદ વદે ને ઋષિમુની માગે, રૂપદાન એ દો.
તપે તપસ્વી જેને માટે, જીવનનું ધન દો.
ઓ પ્રભુજી, દુર્લભ દર્શન દો.
આજ તમારે દ્વારે બેઠો, વાર ન કરશો હો,
પ્રકટ થઇને પ્રેમલ વચને, વાતો વધુ કરજો
ઓ પ્રભુજી, દુર્લભ દર્શન દો.
પ્રેમ નથી ‘પાગલ’માં કાંઇ, ભક્તિ ભલે ના હો,
દર્શનની ઇચ્છા છે કેવલ, એ જ ધ્યાનમાં લો !
ઓ પ્રભુજી, દુર્લભ દર્શન દો.
- શ્રી યોગેશ્વરજી