Text Size

હરિ તમે હળવો કરો મારો ભાર

હરિ ! તમે હળવો કરો મારો ભાર.

અવનવી અગણિત આવે ઉપાધિ,
કરી દો મુજને પાર
તપ્ત થયેલી ધરા પુકારે,
વરસો વર્ષાની ધાર... હરિ ! તમે

ચિંતા-કલેશને દૂર કરી દો,
જીવનના આધાર !
તન-મન-અંતર વિમલ કરી દો,
જીવનના હે સાર ! ... હરિ ! તમે

સરળતાથી પંથ કપાયે,
દોડી આવું દરબારે,
વિના વિલંબે સ્વીકારી લોને,
કેમે લગાડો વાર ? ... હરિ ! તમે

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
જ્યારે જ્યારે જીવનમાં વિપત્તિનાં વાદળો વરસે, પ્રતિકૂળ પરિસ્થિતિનું સર્જન થાય, ચિંતાથી ચિત્ત ચગડોળે ચઢી જાય ત્યારે ત્યારે સ્વજનો, મિત્રો કે વડીલોને પોકારવાને બદલે પ્રભુને જ અંતરના અંતરતમથી પ્રાર્થના કરીએ તો પ્રભુ જરૂર સાંભળશે એવા વિશ્વાસ સાથે થયેલી પ્રાર્થના કદી પણ નિષ્ફળ જતી નથી.

સાધનાક્ષેત્રે કે સાંસારિક યા સામાજિક ક્ષેત્રે અનેકવિધ ઉપાધિઓમાંથી પણ, હે પ્રભુ! તમે જ પાર ઉતારવાને શક્તિમાન છો. તો, હે પ્રભુ! કૃપાની વર્ષા કરોને.

જીવનને પરમપવિત્ર બનાવીને જીવનપંથને સરળ કરી દો, જેથી કોઈ બાહ્ય કે આંતરિક અવરોધો આડે ના આવે. હે પ્રભુ ! તમારા દરબારે સહજ રીતે દોડી જવાય અને તમે તરત જ સ્વીકારી લો એવી કંઈક કૃપા વરસાવી દો.

શ્રીહરિનાં શ્રીચરણે થયેલી આ પ્રાર્થના પ્રભુએ સાંભળી હતી. તેથી આ પ્રાર્થના મારે મન વિશેષ મહત્વની છે. જે પોકારશે તેને પણ આ પ્રાર્થનાથી શાંતિ મળશે જ.
 

Add comment

Security code
Refresh

Today's Quote

Prayer is the key of the morning and the bolt of the evening.
- Mahatma Gandhi
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok