Aranya Kand
Ram leave from Chitrakoot
श्रीराम चित्रकूट से आगे चले
रघुपति चित्रकूट बसि नाना । चरित किए श्रुति सुधा समाना ॥
बहुरि राम अस मन अनुमाना । होइहि भीर सबहिं मोहि जाना ॥१॥
सकल मुनिन्ह सन बिदा कराई । सीता सहित चले द्वौ भाई ॥
अत्रि के आश्रम जब प्रभु गयऊ । सुनत महामुनि हरषित भयऊ ॥२॥
पुलकित गात अत्रि उठि धाए । देखि रामु आतुर चलि आए ॥
करत दंडवत मुनि उर लाए । प्रेम बारि द्वौ जन अन्हवाए ॥३॥
देखि राम छबि नयन जुड़ाने । सादर निज आश्रम तब आने ॥
करि पूजा कहि बचन सुहाए । दिए मूल फल प्रभु मन भाए ॥४॥
(सोरठा)
प्रभु आसन आसीन भरि लोचन सोभा निरखि ।
मुनिबर परम प्रबीन जोरि पानि अस्तुति करत ॥ ३ ॥
શ્રીરામની ચિત્રકૂટથી વિદાય
ચિત્રકૂટમાં રામ રહ્યા, ચરિત્ર એમ અનેક કર્યાં.
શ્રવણયોગ્ય સૌ સુધાસમાન કરતાં જીવનનું કલ્યાણ.
કર્યું એમણે ત્યાં અનુમાન, થઇ ગઇ છે સૌને જાણ,
ભીડ ભક્તની અહીં થશે, જવું ઘટે અન્યત્ર કશે.
વિદાય માંગી મુનિજન પાસ વંદી વિનય કરીને ખાસ,
સીતાસહિત ભ્રાત ઉભયે ચાલ્યા પુનિત કરી વનને.
અત્રિ મહામુનિ આશ્રમમાં આવ્યા પ્રભુ ચાલી વનમાં,
સુણતાં એવું હર્ષ થયો મુનિને નવ અવતાર મળ્યો.
દોડ્યાં પુલકિત તન સાથે રહ્યું નહીં હૈયું હાથે;
કરી રહ્યા સાષ્ટાંગ પ્રણામ ભેટ્યા લક્ષ્મણ તેમજ રામ.
નીરખી શોભા રામતણી નેત્રને મળી શાંતિ ઘણી;
લાવી આશ્રમમાં સાદર પૂજી ધર્યાં ફૂલ ને ફળ.
(દોહરો)
રામ આસને રાજતાં શોભાને નીરખી
મુનિવર પરમ પ્રવીણ એ સ્તુતિ બોલ્યા પ્રણમી.