if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

पंचवटी में सीता को न देखकर राम शोकमग्न
 
रघुपति अनुजहि आवत देखी । बाहिज चिंता कीन्हि बिसेषी ॥
जनकसुता परिहरिहु अकेली । आयहु तात बचन मम पेली ॥१॥
 
निसिचर निकर फिरहिं बन माहीं । मम मन सीता आश्रम नाहीं ॥
गहि पद कमल अनुज कर जोरी । कहेउ नाथ कछु मोहि न खोरी ॥२॥
 
अनुज समेत गए प्रभु तहवाँ । गोदावरि तट आश्रम जहवाँ ॥
आश्रम देखि जानकी हीना । भए बिकल जस प्राकृत दीना ॥३॥
 
हा गुन खानि जानकी सीता । रूप सील ब्रत नेम पुनीता ॥
लछिमन समुझाए बहु भाँती । पूछत चले लता तरु पाँती ॥४॥
 
हे खग मृग हे मधुकर श्रेनी । तुम्ह देखी सीता मृगनैनी ॥
खंजन सुक कपोत मृग मीना । मधुप निकर कोकिला प्रबीना ॥५॥
 
कुंद कली दाड़िम दामिनी । कमल सरद ससि अहिभामिनी ॥
बरुन पास मनोज धनु हंसा । गज केहरि निज सुनत प्रसंसा ॥६॥
 
श्रीफल कनक कदलि हरषाहीं । नेकु न संक सकुच मन माहीं ॥
सुनु जानकी तोहि बिनु आजू । हरषे सकल पाइ जनु राजू ॥७॥
 
किमि सहि जात अनख तोहि पाहीं  । प्रिया बेगि प्रगटसि कस नाहीं ॥
एहि बिधि खौजत बिलपत स्वामी । मनहुँ महा बिरही अति कामी ॥८॥
 
पूरनकाम राम सुख रासी । मनुज चरित कर अज अबिनासी ॥
आगे परा गीधपति देखा । सुमिरत राम चरन जिन्ह रेखा ॥९॥
 
(दोहा)
कर सरोज सिर परसेउ कृपासिंधु रधुबीर ।
निरखि राम छबि धाम मुख बिगत भई सब पीर ॥ ३० ॥


 
પંચવટીમાં સીતાને ન જોતાં રામનો વિલાપ
 
રામે અનુજને આવતા જોઇ કહ્યું ઉલ્લાસ સઘળો ખોઇ,
છોડી એકલી જનકસુતાને મારી આજ્ઞાને ઉલ્લંઘી શાને ?
 
ફરે નિશિચર વને આ, હશે વૈદેહી આશ્રમમાં ના
એવું મન મારું કહે આજે વાજાં જાણે વિપત્તિના વાજે.
 
વંદી ચરણમાં લક્ષ્મણ બોલ્યો, દોષ મારો ના, રોષ ના ઢોળો;
બંને ગોદાવરીતટ આવ્યા, શાંત આશ્રમે સૂના સિધાવ્યા.
 
દેખી આશ્રમ જાનકીહીન બની વ્યાકુળ સામાન્ય દીન
જન પ્રાકૃત જેવા રામ લાગ્યા રડવા મુકી આરામ.
 
ગુણખાણ હે જાનકી સીતા, શીલસંયમ પ્રેમ પુનિતા,
માંડ્યા કરવા શ્રીરામ વિલાપ સીતા સીતા સીતા જપી જાપ.
 
(દોહરો)    
સમજાવ્યાં અનુજે છતાં કરતાં શોક રહ્યા,
લતાવૃક્ષની પંક્તિને શબ્દો કરુણ કહ્યાં
*
હે ખગમૃગ હે મધુકર શ્રેણી દેખી સીતાને મૃગનૈની ?
ખંજન શુકકપોત મૃગમીન મધુપનિકર કોકિલા પ્રવીણ
 
કુંદકળી દાડમ દામિની કમળ શરદશશિ અહિભામિની,
વરુણપાશ કામધનુષહંસ, સુણે પ્રશંસા સર્વ અનંત.
 
શ્રીફળ કનક કેળ હરખાય, શંકા નવ સંકોચ જરાય;
તુજ વિણ સીતા એ સૌ આજ આનંદે પામીને રાજ.
 
ગર્વ કરે એ સઘળાં ખાસ દેખીને તુજને નિજ પાસ
કેમ સહ્યું એ તુજથી જાય, પ્રિયા શીઘ્ર કાં પ્રગટ ન થાય ?
 
ખંજનમૃગશરસિજ ને મીન નિહાળતાં તુજ નેત્ર નવીન
શરમાતાં, શુક દેખી નાક, કંઠ કપોત, ભ્રમર તુજ વાળ;
 
કોયલ સ્વર, દાડમ કળી દાંત, ચપલા કાંતિ નિહાળી હાસ,
વદન વિલોકી શશિ ને પદ્મ, ભ્રૂકુટિ દેખી સધનુ અનંગ.
 
અંબોડાની આગળ નાગ, હાથી ચાલતણો અનુરાગ,
સિંહ કમર સ્તન ને શ્રીફળ, કાંતિ નિહાળી તેમ સુવર્ણ
કેળ સ્તંભ સાથળ સુરસાળ જોઇ શરમાતાં ક્ષણવાર.
 
(દોહરો)    
સીતાને શોધી રહ્યા વિલાપ કરતાં એમ,
વિરહી અતિકામી સમા રામ પુરૂષની જેમ.
 
પૂર્ણકામ સુખસિંધુ ને અવિનાશી અજ એ
ચરિત મનુષ્યસમાં કરી રહ્યા પૂર્ણ પ્રણયે.
 
આગળ જતાં ત્રુટિત ધનુષ બાણ વળી જોયાં,
રક્ત દેખતાં દિલ દ્રવ્યું અશ્રુને લોયાં.
 
વનમાં યુદ્ધ થયું હશે એમ કર્યું અનુમાન;
જોયો જટાયુ આગળ સ્મરતો રાખી પ્રાણ.
 
હાથ તરત મસ્તક મૂક્યો, કૃપાસિંધુ રઘુવીર
શોભાધામ નિહાળતાં મટી બધીયે પીડ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.