नारदजी श्रीराम के दर्शन करने आए
देखि राम अति रुचिर तलावा । मज्जनु कीन्ह परम सुख पावा ॥
देखी सुंदर तरुबर छाया । बैठे अनुज सहित रघुराया ॥१॥
तहँ पुनि सकल देव मुनि आए । अस्तुति करि निज धाम सिधाए ॥
बैठे परम प्रसन्न कृपाला । कहत अनुज सन कथा रसाला ॥२॥
बिरहवंत भगवंतहि देखी । नारद मन भा सोच बिसेषी ॥
मोर साप करि अंगीकारा । सहत राम नाना दुख भारा ॥३॥
ऐसे प्रभुहि बिलोकउँ जाई । पुनि न बनिहि अस अवसरु आई ॥
यह बिचारि नारद कर बीना । गए जहाँ प्रभु सुख आसीना ॥४॥
गावत राम चरित मृदु बानी । प्रेम सहित बहु भाँति बखानी ॥
करत दंडवत लिए उठाई । राखे बहुत बार उर लाई ॥५॥
स्वागत पूँछि निकट बैठारे । लछिमन सादर चरन पखारे ॥६॥
(दोहा)
नाना बिधि बिनती करि प्रभु प्रसन्न जियँ जानि ।
नारद बोले बचन तब जोरि सरोरुह पानि ॥ ४१ ॥
નારદજી શ્રીરામના દર્શને
રામે દેખી રુચિર તળાવ લીધો મજ્જનનો રસલ્હાવ;
પેખી શીતળ તરુવરછાંય બેઠા અનુજસહિત રઘુરાય.
દેવ સકળ ત્યાં મુનિ આવ્યા, કરતાં સ્તુતિ ધામ સિધાવ્યા;
બેસી પરમ પ્રસન્ન કૃપાળ કહેવા લાગ્યા કથા રસાળ,
જોઇ વિરહ વ્યથિત અખિલેશ શોકિત નારદ થયા વિશેષ;
વીણા સહિત સમીપ ગયા, દર્શનથી અતિ ધન્ય બન્યા.
રામચરિત ગાતાં મૃદુવાણ પ્રેમસહિત બહુ કર્યા વખાણ;
કર્યા દંડવત પ્રેમપ્રણામ, આલિંગ્યા પ્રભુને કૃતકામ.
બેસાડી પાસે સત્કાર્યા; અનુજે સાદર ચરણ પખાળ્યા.
(દોહરો)
પ્રાર્થના કરી નારદે પ્રભુ પ્રસન્ન જાણી,
વચન કહ્યાં પુલકિત સ્વરે, કર જોડી નામી.