राम को युवराज देखने की लोगों की अभिलाषा
जब तें रामु ब्याहि घर आए । नित नव मंगल मोद बधाए ॥
भुवन चारिदस भूधर भारी । सुकृत मेघ बरषहि सुख बारी ॥१॥
रिधि सिधि संपति नदीं सुहाई । उमगि अवध अंबुधि कहुँ आई ॥
मनिगन पुर नर नारि सुजाती । सुचि अमोल सुंदर सब भाँती ॥२॥
कहि न जाइ कछु नगर बिभूती । जनु एतनिअ बिरंचि करतूती ॥
सब बिधि सब पुर लोग सुखारी । रामचंद मुख चंदु निहारी ॥३॥
मुदित मातु सब सखीं सहेली । फलित बिलोकि मनोरथ बेली ॥
राम रूपु गुनसीलु सुभाऊ । प्रमुदित होइ देखि सुनि राऊ ॥४॥
(दोहा)
सब कें उर अभिलाषु अस कहहिं मनाइ महेसु ।
आप अछत जुबराज पद रामहि देउ नरेसु ॥ १ ॥
*
MP3 Audio
*
રામને યુવરાજ જોવાની લોકોને અભિલાષા
રામ વિવાહ કરી પુર આવ્યા, અભિનવ મંગલ આનંદ લાવ્યા;
ચૌદ ભુવનના ભૂધર ભારી, વરસ્યા સુકૃતમેઘ સુખવારિ.
સિદ્ધિ-સંપદા સરિતા સોહી, મળી અવધઅર્ણવમાં મોહી;
પુરનરનારી મણિગણ જેવાં શુચિસુંદર અમૂલ્ય અતિ એવાં.
નગરવિભૂતિ કહી ન શકાય, રચના વિરંચિની જ જણાય;
નીરખી રામચંદ્ર મુખચંદ અનુભવતા સુખ સર્વ અનંત.
જોઇ ફળી મનોરથ વેલ બની માત સુખ-શાંતિ છલેલ;
રામ રૂપગુણ શીલ સ્વભાવ નૃપમાં જગવતાં નવભાવ.
(દોહરો)
મહેશને પ્રાર્થે બધાં રાખીને અભિલાષ
જીવતાં જ દે રામને રાજા પદ યુવરાજ.