भरत गुह को गले लगाता है
भेंटत भरतु ताहि अति प्रीती । लोग सिहाहिं प्रेम कै रीती ॥
धन्य धन्य धुनि मंगल मूला । सुर सराहि तेहि बरिसहिं फूला ॥१॥
लोक बेद सब भाँतिहिं नीचा । जासु छाँह छुइ लेइअ सींचा ॥
तेहि भरि अंक राम लघु भ्राता । मिलत पुलक परिपूरित गाता ॥२॥
राम राम कहि जे जमुहाहीं । तिन्हहि न पाप पुंज समुहाहीं ॥
यह तौ राम लाइ उर लीन्हा । कुल समेत जगु पावन कीन्हा ॥३॥
करमनास जलु सुरसरि परई । तेहि को कहहु सीस नहिं धरई ॥
उलटा नामु जपत जगु जाना । बालमीकि भए ब्रह्म समाना ॥४॥
(दोहा)
स्वपच सबर खस जमन जड़ पावँर कोल किरात ।
रामु कहत पावन परम होत भुवन बिख्यात ॥ १९४ ॥
*
MP3 Audio
*
ભરત ગુહને આલિંગન આપે છે
ભેટયા ભરત ભરી અતિપ્રીત, રુચી સૌને એ સ્નેહની રીત;
ધન્ય ધન્ય ધ્વનિ દેવે કીધા, સ્નેહે વરસાવી સુમનોને દીધાં.
લોકવેદમાં જે નીચ પ્રાણ, કરવું જેના છાયાસ્પર્શે સ્નાન,
એને ભરતે અર્પ્યું આલિંગન લઇ રોમાંચથી પૂર્ણ તન.
રામ બોલી બગાસું જે ખાય તેની પાસે પાતક ના જાય,
ભેટયા રામ છે ગુહને તો પ્યારે, કર્યો કુળ સાથે પાવન ત્યારે.
પડે કર્મનાશા નદી ગંગે છતાં કોણ ચઢાવે ના અંગે ?
ઊલટું નામ જપી પ્રેમપ્રાણ બન્યા વાલ્મીકિ બ્રહ્મસમાન.
(દોહરો)
સ્વપચ, શબર, ખસ યવન જડ પામર કોલકિરાત,
રામ કહી પાવન પરમ થાય જગે વિખ્યાત.