राम को ढूँढने भरत चला गुह के साथ
जहँ तहँ लोगन्ह डेरा कीन्हा । भरत सोधु सबही कर लीन्हा ॥
सुर सेवा करि आयसु पाई । राम मातु पहिं गे दोउ भाई ॥१॥
चरन चाँपि कहि कहि मृदु बानी । जननीं सकल भरत सनमानी ॥
भाइहि सौंपि मातु सेवकाई । आपु निषादहि लीन्ह बोलाई ॥२॥
चले सखा कर सों कर जोरें । सिथिल सरीर सनेह न थोरें ॥
पूँछत सखहि सो ठाउँ देखाऊ । नेकु नयन मन जरनि जुड़ाऊ ॥३॥
जहँ सिय रामु लखनु निसि सोए । कहत भरे जल लोचन कोए ॥
भरत बचन सुनि भयउ बिषादू । तुरत तहाँ लइ गयउ निषादू ॥४॥
(दोहा)
जहँ सिंसुपा पुनीत तर रघुबर किय बिश्रामु ।
अति सनेहँ सादर भरत कीन्हेउ दंड प्रनामु ॥ १९८ ॥
*
MP3 Audio
*
ભરત ગુહની સાથે રામની ભાળ કાઢવા જાય છે
(દોહરો)
મુકામ જનતાએ કર્યો એ સ્થળમાં જ્યાં ત્યાં,
વિલંબ લાગ્યો ભરતને સૌને મળતાં ના.
સુરપૂજા પૂરી કરી આજ્ઞાને પામી
કૌશલ્યા પાસે ગયા પ્રેમે બે ભાઈ.
*
ચાંપી ચરણ કહી મધુવાણી ભરતે સઘળી માતાને સન્માની;
સોંપી ભ્રાતને માતની સેવા ચાલ્યા ભરત કરુણામૂર્તિ જેવા.
ચાલ્યા ગુહના હાથે રાખી હાથ, જાણે સાકાર સ્નેહની સાથ;
રામ લક્ષ્મણ સીતા સૂતાં હો સ્થળ બોલ્યા મને કે બતાવો.
શાંતિ નયન ને પ્રાણને આપું, કલેશ કાળજાકેરો કે કાપું;
આંખ અશ્રુથકી ઉભરાઇ, ચિંતા ચિત્તમાં ગુહના છવાઇ.
(દોહરો)
અશોકછાયામાં કર્યો રામે જ્યાં વિશ્રામ
કર્યા દંડવત સાદર ભરતે ત્યાં અભિરામ.