श्रीराम की महिमा सुनकर पार्वती की शंका का समाधान
(चौपाई)
ससि कर सम सुनि गिरा तुम्हारी । मिटा मोह सरदातप भारी ॥
तुम्ह कृपाल सबु संसउ हरेऊ । राम स्वरुप जानि मोहि परेऊ ॥१॥
नाथ कृपाँ अब गयउ बिषादा । सुखी भयउँ प्रभु चरन प्रसादा ॥
अब मोहि आपनि किंकरि जानी । जदपि सहज जड नारि अयानी ॥२॥
प्रथम जो मैं पूछा सोइ कहहू । जौं मो पर प्रसन्न प्रभु अहहू ॥
राम ब्रह्म चिनमय अबिनासी । सर्ब रहित सब उर पुर बासी ॥३॥
नाथ धरेउ नरतनु केहि हेतू । मोहि समुझाइ कहहु बृषकेतू ॥
उमा बचन सुनि परम बिनीता । रामकथा पर प्रीति पुनीता ॥४॥
(दोहा)
हिँयँ हरषे कामारि तब संकर सहज सुजान
बहु बिधि उमहि प्रसंसि पुनि बोले कृपानिधान ॥ १२०(क) ॥
(सोरठा)
सुनु सुभ कथा भवानि रामचरितमानस बिमल ।
कहा भुसुंडि बखानि सुना बिहग नायक गरुड ॥ १२०(ख) ॥
सो संबाद उदार जेहि बिधि भा आगें कहब ।
सुनहु राम अवतार चरित परम सुंदर अनघ ॥ १२०(ग) ॥
हरि गुन नाम अपार कथा रूप अगनित अमित ।
मैं निज मति अनुसार कहउँ उमा सादर सुनहु ॥ १२०(घ) ॥
*
MP3 Audio
*
શ્રીરામના મહિમાને સાંભળી પાર્વતીની શંકા દુર થાય છે
(દોહરો)
તમારી સુણી ચંદ્રના કિરણસમી વાણી
શરદઋતુના તાપશો મોહ મટયો ભારી
કૃપા કરી શંકા બધી મારી તમે હરી,
મહિમા રામસ્વરૂપનો જાણ્યો આજ ફરી.
કૃપા તમારી મેળવી મારો મટયો વિષાદ,
સુખી થઇ છું પામતાં પ્રભુનો કૃપાપ્રસાદ.
પ્રસન્ન હો તો પ્રેમથી કહો આજ મુજને
રામ બ્રહ્મ ચિન્મય વસે સૌના હૃદય વિશે,
માનવતન શાને ધરી પ્રગટયા એ જગમાં.
શબ્દ સાંભળી શિવ થયા પ્રસન્ન અંતરમાં.
કામજીત મર્મજ્ઞ ને કૃપાતણા ભંડાર
શિવના મુખથી નીકળ્યા સહજ મધુર ઉદગાર.
કહું કથા કલ્યાણકારિણી રામચરિતમાનસ વિમળ,
કહી ઋષિ કાકભુશુંડીએ, કરી સમસ્ત ગરુડે શ્રવણ.
એનું કરીશ પછી વર્ણન.
કરો રામઅવતારશ્રવણ, ચરિત પરમ મંગલ મનન;
નામ કથા ગુણ રૂપ અપાર, એનો કોણ જ પામે પાર,
છતાં કહું મુજ મતિ અનુસાર, સાદર વચનો સુણો રસાળ.

