if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

saral gita

MP3 Audio

Vibhuti Yog

In this chapter Arjuna asks Lord Krishna how God is manifested in this universe, replying to which Lord Krishna elaborate in detail his various forms. The most important message is that whatever in this material world seem filled with truth, divine love and celestial beauty - is the manifestation of the Divine.
 
અધ્યાય દસમો : વિભૂતિ યોગ

ગીતાના આ અધ્યાયમાં ભગવાન પોતાના વ્યાપક સ્વરૂપનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કે હું આત્મતત્વરૂપે સર્વ પ્રાણીઓમાં રહું છું. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર - બધું મારા વડે જ છે. આ સૃષ્ટિનો આદિ, મધ્ય, અને અંત પણ હું જ છું.

ભગવાન આગળ કહે છે છે કે હું દેવોમાં બૃહસ્પતિ, મહર્ષિઓમાં ભૃગુ, પર્વતોમાં હિમાલય, યજ્ઞોમાં જપયજ્ઞ, વૃક્ષોમાં પીપળો, ગાંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કપિલ, મુનીઓમાં વ્યાસ, કવિમાં શુક્રાચાર્ય, હાથીઓમાં ઐરાવત, મનુષ્યોમાં નૃપ, ગાયમાં કામધેનુ, શશ્ત્રોમાં વજ્ર, સર્પમાં વાસુકિ, પાણીમાં ગંગા, શસ્ત્રવાનમાં રામ, ઋતુમાં વસંત ...છું. હું જ જગતનું બીજ છું. મારા વિના આ જગતનું અસ્તિત્વ શક્ય નથી. મારું દૈવી રૂપ અનંત છે. વર્ણન કરતાં એનો પાર આવે એમ નથી. ટુંકમાં કહું તો જગમાં જે જે સુંદર, સત્ય, પવિત્ર અને પ્રેમલ જણાય છે તે બધું જ મારા અંશથકી થયેલું જાણજે. 

Explore verses from Chapter 10 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.

==============

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha

भूय एव महाबाहो शृणु मे परमं वचः ।
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥१०-१॥

bhuyah eva mahabaho shrinu me parmam vachah
yat te aham priyamanaya yakshyani hitlemyayah

ફરીવાર અર્જુન તું સુણ વચનો મારાં,
તારા હિત માટે કહું વચનો તે પ્યારાં.
*
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥१०-२॥

na me viduh surganah prabhavama na maharsayah
aham adih hi devenama maharshinama cha sarvashah

જન્મ ન મારો જાણતાં મહર્ષિ અને દેવ,
આદિ દેવ ને ઋષિતણો જાણી મુજને સેવ.
*
MP3 Audio

*
यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् ।
असंमूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते ॥१०-३॥

yah mam ajam anadim cha vetti lokamaheshwaram
asammudha sah martyeshu sarvapapaih pramudhyate

લોકોનો ઈશ્વર મને જે કોઈ જાણે,
દુઃખદર્દથી તે છૂટી મુક્તિરસ માણે.
*
बुद्धिर्ज्ञानमसंमोहः क्षमा सत्यं दमः शमः ।
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥१०-४॥

buddhih gyanam asammohah kshama satyama damah shamah
sukham duhkham bhavah abhavah bhayam cha abhayam eva cha

ક્ષમા સત્ય બુધ્ધિ વળી શમદમ તેમજ જ્ઞાન,
સુખ દુઃખ ભય ને અભય, સત્યાસત્ય પ્રમાણ.
*
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः ।
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥१०-५॥

ahimsa samata tustih tapah danam yashah ayashah
bhavanti bhavah bhutanama mattah eva prithagivadhah

તપ ને સમતા ને દયા, યશ અપયશ ને દાન,
ભાવ થતા પ્રાણીતણાં, તે સૌ મુજથી જાણ.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.