દક્ષિણ આફ્રિકાનો ક્રુગર નેશનલ પાર્ક.
એમાં અવલોક્યાં કુદરતને ખોળે ખેલનારાં
ચપળ ચંચળ ચિત્તાકર્ષક ભયભીત હરણ,
ટોળામાં જ રહેવા ટેવાયેલી જંગલી જોરાવર છતાં ભીરુ ભેંસો;
ધીરગંભીર ગતિથી ચાલતા, સિંહનો સામનો કરનારા હાથી,
ક્રૂર અતિક્રૂર કહેવાતા છતાં નિશ્ચિંત નિર્લેપ જેવા સિંહ.
વરુ, છળયુક્ત શિયાળ, ભયંકર દેખાવના દીપડા,
વિકરાળ વાઘ, મગરમચ્છ, ગાય.
દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત પાર્કની પેઠે
આ બાગમાં પણ આજ સુધી અવલોક્યાં
એ જ પ્રમાણે પાર વિનાનાં પશુઓ.
વાઘ, વરુ, દીપડા,
ટોળામાં રહેવા ટેવાયેલાં જળચરો તથા સ્થળચરો.
ક્યાંક હરણ, હાથી, ક્યાંક એકાદ જ સિંહ.
કોઈક ધન્ય પળે મંગલ મુહૂર્તે એકાદ વિરલ માનવ.
વિશેષતયા કહે છે કે આ વિશાળ અતિ વિશાળ બાગમાં
વસે છે વિહરે છે વિલોકાય છે જંગલી જાનવર.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)