શ્રી યોગેશ્વરજીની કલમે અધ્યાત્મ માર્ગના પથિકોને સાધનાની સર્વાગીણ સમજ આપતો ગ્રંથ 'સાધના' શબ્દનું આકર્ષણ સાધકોને માટે અને સાધનામય જીવનમાં રસ લેનારાં સૌ કોઈને માટે ઘણું મોટું છે. એના મર્મનો થોડોક વિચાર કરી એના મૂળભૂત રહસ્ય ઉપર પ્રકાશ ફેંકી શકાય એ પ્રયોજનથી પ્રેરાઈને આ ગ્રંથની રચના કરવામાં આવી છે. સાધનાના સફળ અનુષ્ઠાનને માટે એની સાચી સર્વાંગીણ સમજ હોવી આવશ્યક છે. એવી સમજ સિવાયના સાધકો કેટલીય વાર નિરાશ તથા નાસીપાસ થાય છે અને સાધનામાંથી શ્રદ્ધા ખોઈ બેસે છે. આ ગ્રંથ એ દૃષ્ટિએ ઉપયોગી થશે અને સાધકોને માટે પ્રેરક ઠરશે.
પ્રસ્તુત ગ્રથમાં વિવિધ મુદ્દાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે જેમ કે શાંતિની સમસ્યા, વિકાસનો વિચાર, સાધનાનું રોજિંદા જીવનમાં સ્થાન, આસન, સ્થાન અને સમય વિશે, જપ તથા ધ્યાનની વિધિ, નાડીશોધન, ધ્યાનનો વિચાર, કુંડલિની, સાધનામાં આહાર, લયની અવસ્થા, નિર્વિચાર અને નિર્વિકાર દશા, ભક્તિની સાધના, સાધકોને સૂચનો, નાદાનુસંધાનની સાધના, સિદ્ધિઓ, ગુરુની આવશ્યકતા છે કે નહિ ?, હઠયોગ અને રાજયોગની વિચારણા, ઓમકાર, સત્સંગની આવશ્યકતા વિગેરે. | | |