Download details |
![]() | ||||||||||||||||||||||||||
સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલ નરેન્દ્રના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ ઓગણીસમી સદીમાં થઈ ગયેલ આધ્યાત્મિક સંતવિભૂતિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. પ્રસ્તુત પદ્યસંગ્રહમાં યોગેશ્વરજીએ એમના જીવનના વિવિધ પ્રસંગોને મહાકાવ્યના રૂપે રજૂ કર્યા છે. કામારપુકુરમાં બાળ ગદાધરનું પ્રાકટ્ય, નિશાળનો ત્યાગ, રાણી રાસમણિનો પરિચય, દક્ષિણેશ્વરમાં પૂજા, શારદામણિ દેવી સાથે લગ્ન, તોતાપુરીનો મેળાપ, ભૈરવી બ્રહ્માણી, નરેન્દ્ર (વિવેકાનંદ) નું આગમન અને વિવિધ કૃપાપ્રસંગો, રામકૃષ્ણનો દેહત્યાગ ઉપરાંત મા શારદા તથા વિવેકાનંદના જીવનપ્રસંગો, રામકૃષ્ણ મિશનની સ્થાપના અને વિવેકાનંદની મહાસમાધિ વિગેરે ઘટનાઓને કવિતામાં ગૂંથી લેવામાં આવી છે. શ્રી યોગેશ્વરજીની સિદ્ધ કલમે આલેખાયેલ ગાંધીગૌરવ, કૃષ્ણ રુક્મિણી, રામાયણ દર્શન જેવા મહાકાવ્યોની યાદીમાં રામકૃષ્ણ રસામૃતનો ઉમેરો ગુજરાતી સાહિત્ય માટે સુખદ ઘટના બની રહેશે. ગુજરાતના સાહિત્યરસિકો અને રામકૃષ્ણ પરમહંસના પ્રેમી ભક્તોને એ અવશ્ય પસંદ આવશે. Title : (Ramkrishna) Rasamrut |
|