Download details |
![]() | ||||||||||||||||||||||||||
પોલ બ્રન્ટન કૃત 'A search in secret India' નો ગુજરાતી અનુવાદ. વરસો પહેલાં પૉલ બ્રન્ટન નામના એક પરદેશી પ્રવાસી ભારતનું દર્શન કરવા આવ્યા હતા. ભારતના ભૂતકાલીન ગૌરવથી પ્રેરાયેલા એ પુરુષ એ ગૌરવના પ્રતીક જેવા યોગીઓ કે સંતોનો સમાગમ કરવા અને એવા સુખદ સમાગમ દ્વારા પોતાના જીવનને જ્યોતિર્મય કરવા ચાહતા હતા. એ કોઈ પૂર્વગ્રહ, અંધવિશ્વાસ કે માની લીધેલા સિદ્ધાંતો લઈને નહોતા આવ્યા. આ દેશની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અથવા યોગસાધના પ્રત્યે એમને પ્રેમ હતો. એમણે પોતાના અંતરને ખુલ્લું રાખીને આ દેશનો પ્રવાસ કર્યો. બુદ્ધિની મદદ લઈને આ દેશના સંતોને સમજવાનો પ્રયાસ કર્યો. જ્યાં એમની બુદ્ધિ એમને સમજવામાં પાછી પડી ત્યાં પણ એમણે એમનો અનાદર ના કર્યો, પરંતુ ધીરજ તથા સહાનુભૂતિથી એ સત્યની શોધમાં પ્રવૃત્ત રહ્યા. એ વખતે ભારતમાં કેટલાય પ્રતાપી મહાપુરુષો વાસ કરતા હોવાથી, એમના સમાગમનો લાભ એમને સ્વાભાવિક રીતે જ મળી ગયો. એવા કેટલાક પરિચિત અને અપરિચિત મહાપુરુષોનો સાક્ષાત્કાર કરીને એમણે બીજાને માટે જે હેવાલ તૈયાર કર્યો એ ઓછો રસિક નહોતો. એ હેવાલ અત્યંત લોકપ્રિય થઈ પડ્યો. એમના ભારતના સંતપુરુષોનો પરિચય આપતા એ ગ્રંથ 'એ સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા'ની ઉપરાઉપરી અનેક આવૃત્તિઓ થઈ ગઈ ને દુનિયાની વિભિન્ન ભાષાઓમાં એના અનુવાદ થયા. એ ગ્રંથ મેં વાંચ્યો ત્યારથી જ મને થયું કે આવી સરસ લોકોપકારક સામગ્રી જો ગુજરાતની પ્રજા સમક્ષ રજૂ કરીએ તો ઘણું સારું થાય. વરસો પહેલાંની મારી એ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપી શકાયું તેની પાછળ ઈશ્વરની કૃપા વિના બીજું કાંઈ જ નથી. - શ્રી યોગેશ્વરજી |
|