if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હે ચંદ્રમૌલી, હે ચંદ્ર શેખર
સ્વર : પાર્થિવ ગોહિલ
સ્વરાંકન : ભાઈલાલભાઈ બારોટ
સંગીત : ગૌરાંગ વ્યાસ

MP3 Audio

હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર,
હે શંભુ ત્રિલોચન, હે સંકટ વિમોચન
હે સંકટ વિમોચન, હે ત્રિપુરારિ અર્ચન;
જય જય હે શંકર, હે ભસ્માંગ સુંદર,
હે પશુપતિ  હરિહર ...હે ચંદ્રમૌલી.

કંઠે ધરી છે તેં સર્પોની માળા, 
તવ તાંડવે બાજે ડમરુ નિરાલા,
શ્રી શૈલરાજે કીધું તેં દૃઢ આસન,
ત્રિનેત્રે કીધું રતિપતિનું વિસર્જન...હે ચંદ્રમૌલી.

પ્રભુ વિશ્વકાજે તે શિર ગંગા ધારી,
પર્વત દુહીતાની પુજા સ્વીકારી,
જગ મંગલાર્થે તેં અસુરો સંહાર્યા,
પીને હળાહળ તેં પથ કૈંક તાર્યા...હે ચંદ્રમૌલી.

હે ચંદ્રમૌલી, હે ચંદ્ર શેખર,
હે સંકટ વિમોચન, હે ત્રિપુરારી અર્ચન;
જય જય હે શંકર, હે ભસ્માંગ સુંદર,
હે પશુપતિ  હરિહર ...હે ચંદ્રમૌલી.

Comments

Search Reset
2
Kedarsinhji M Jadeja
11 years ago
બહુ નામી શિવ

સાખી..
કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા...
ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય...

શિવ શંકર સુખકારી ભોલે...
મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી...ભોલે..

ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ત્રિપુરારિ
ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી...ભોલે..

ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી
બાંકો સોહે સોમ શૂલપાણિ, ભસ્મ લગાવત સારી...ભોલે...

વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
વૃષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી...ભોલે...

મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી...ભોલે....

ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભૂતેશ ભક્ત હિત કારી
દાસ "કેદાર" કેદારનાથ તું, બૈજનાથ બલિહારી.....ભોલે...
Like Like Quote
1
Akash
12 years ago
Really this bhajans remember me, my childhood days when i go to Bodababu Mahadev for pooja & all brahmins sing this one together. thanks.
Like Like Quote

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.