ભીતિ બધી આજ દો છોડી, ભારતવાસી,
ભીતિ બધી આજ દો છોડી !
હિંમત દેતા નહીં તોડી, ભારતવાસી,
ભીતિ બધી આજ દો છોડી !
યાદવાસ્થળી ભલેને કરવાને આવી આસુરી લોકની ટોળી;
મારી હઠાવજો મરદાનગીથી, ખેલીને હીરની હોળી.
જો જો બેસી રહો હાથ જોડી ... ભારતવાસી
સતના સંગ્રામમાં સંકટ તો આવશે, આઘાતો આવશે ભારી;
છાતી બળિયા થઈને સામનો કરે તે, પામે ફત્તેહને ન્યારી.
જતા દુઃખને દેખી ના દોડી ... ભારતવાસી
વીરની વસુંધરા છે, વીરને જ માટે છે, ભ્રમણા ના સેવતા કોઈ;
વીર બની ભોગવી લો, લલકારો એવા, કો’ કાળે શકે ના જોઈ.
બધી બાજી દો દૈત્યની ફોડી .... ભારતવાસી
- શ્રી યોગેશ્વરજી