ઝીની ઝીની બીની ચદરિયા

ઝીની ઝીની બીની ચદરિયા (સ્વર - લતા મંગેશકર, કુમાર ગાંધર્વ, નીલા ભાગવત, અનુપ જલોટા)
MP3 Audio

ઝીની ઝીની બીની ચદરિયા

કાહ કે તાના કાહ કે ભરની, કૌન તાર સે બીની ચદરિયા,
ઈંગલા પિંગલા તાના ભરની, સુષમન તાર સે બીની ચદરિયા.

અષ્ટ કમલદલ ચરખા ડોલૈ, પાંચ તત્વ ગુણ તીની ચદરિયા,
સાંઈ કો સિયત માસ દશ લાગે, ઠોક ઠાક કે બીની ચદરિયા.

સો ચાદર સુર નર મુનિ ઓઢિન, ઓઢિ કે મૈલી કીની ચદરિયા,
દાસ કબીર યતન સે ઓઢિન, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા..

- સંત કબીર

આ પદમાં કબીર સાહેબ માનવદેહનું મહત્વ અને એને કેવી રીતે વાપરવો તેની વાત કરે છે. કબીરજી પોતે વ્યવસાયે વણકર હતા. એથી મનુષ્ય દેહની સરખામણી ચાદર સાથે કરે છે. આ દેહરૂપી ચાદર શેની બનેલી છે, એના તાણાંવાણા શેનાથી બંધાયેલા છે એવો પ્રશ્ન કરી એના જવાબમાં કબીર સાહેબ કહે છે કે ઈડા અને પિંગલા નાડીઓના તારથી આ દેહ વણાયેલો છે. જેમ ચરખા પર એક મુખ્ય તાર હોય તેમ ગુદાના દ્વારથી લઈ માથાના ઉપરના ભાગમાં આવેલ બ્રહ્મરંધ્ર સુધી આ નાડીસમુહ ગુંથાયેલો છે. સુષુમ્ણા નાડી વડે એમાં કુંડલિનીનું વહન થાય છે. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ એમ પંચમહાભૂત તત્વો અને સત્વ, રજ તથા તમ - એ ત્રણ ગુણ એમ કુલ મળી આઠ પાંખડીઓવાળા કમળ વડે આ સ્થૂળ દેહની રચના કરવામાં આવી. માતાના ગર્ભમાં આ મનુજદેહને તૈયાર થતાં નવ-દસ માસનો સમય લાગે છે. એ દેહને સુર, નર, મુનિ ધારણ કરે છે. કોઈ એને ધન વડે, કોઈ અહંકાર વડે, કોઈ કામ અને ક્રોધ વડે, તો કોઈ મદ, મમતા, મત્સર વિગેરેથી એને મેલો કરે છે. કબીર સાહેબ કહે છે, કે એમણે આ મનુષ્યદેહનો સર્વોત્તમ સદુપયોગ કર્યો અને જેવો નિર્મળ અને વિશુદ્ધ દેહ મળ્યો હતો તેવો જ પાછો ઈશ્વરને ધરી દીધો. એને પોતે કોઈ પ્રકારના ખરાબ કર્મોથી ગંદો ન કર્યો.

English

jhini jhini bini chadariya.

kah ke tana, kah ke bharni, kaun taar se bini chadariya
ingla pingla taana bharni, sushumna tar se bini chadariya.

ashta kamal dal charkha doley, panch tatva, gun tini chadariya
saiin ko siyat mas dus lagey, thonk-thonk ke bini chadariya.

so chaadar sur nar muni odhi, odhi ke maili kini chadariya
das kabir jatan kari odhi, jyon ki tyon dhar deeni chadariya.

The Lord Supreme has woven a very fine and delicate tapestry, free of impurities of any kind! What refined and subtle yarn, what complex interlacing, He has used to weave it! Using veins and breath His threads Twenty four hours on end, His spinning wheel turns, Weaving the tapestry from all five essential elements. Ten months does it take the Lord to weave his tapestry, Using the greatest of craftsmanship, care and skill. That exquisite tapestry is worn by the celestials, by Saints, and by human beings alike. But they all invariably have defiled it ! Your humble devotee Kabir has worn it scrupulously and meticulously, and is returning it to You, O’Lord, unblemished and pure !

Hindi

झीनी झीनी बीनी चदरिया ॥

काहे कै ताना, काहे कै भरनी, कौन तार से बीनी चदरिया ।
इंगला पिङ्गला ताना भरनी, सुषमन तार से बीनी चदरिया ॥

आठ कँवल दल चरखा डोलै, पाँच तत्त्व, गुन तीनी चदरिया ।
साँई को सियत मास दस लागे, ठोंक ठोंक कै बीनी चदरिया ॥

सो चादर सुर नर मुनि ओढी, ओढि कै मैली कीनी चदरिया ।
दास कबीर जतन करि ओढी, ज्यों कीं त्यों धर दीनी चदरिया ॥

Today's Quote

Prayer : Holding in mind what you desire, but without adding desire to it.
- David R Hawkins
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.