મૃત્યુ બાદ શું થાય છે
हन्तं ते इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् ।
यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम ॥६॥
hanta te idam pravakshyami guhyam brahma sanatanam ।
yatha cha maranam prapya atma bhavati Gautama ॥6॥
હવે તને હું ફરી કહું છું પરમાત્માનું સત્ય સ્વરૂપ,
વળી કહું છું મૃત્યુ બાદ આ જીવાત્માનું થાયે શું. ॥૬॥
*
योनिमन्ये प्रपधन्ते शरीरत्वाय देहिनः ।
स्थाणुमन्येऽनुसंयन्ति यथाकर्म यथाश्रुतम् ॥७॥
yonim anye prapadyante sharira-tvaya dehinah ।
sthanum anye anusamyanti yatha-karma yatha-shrutam ॥7॥
જેનાં જેવા કર્મ હોય છે, વાસના વળી હો જેવી,
તેવો તેને દેહ મળે છે, યોનિ મળે તેને તેવી.
કોઈ તો સ્થાવરને પામે, કોઈ જંગમ સૃષ્ટિને,
કર્મ પ્રમાણે જડચેતનનાં જીવન જીવાત્મા પામે. ॥૭॥
*
પરમાત્માનું શું થાય છે
य एष सुप्मेषु जागर्ति कामं कामं पुरूषो निर्मिमाणः ।
तदेव शुक्रं तद् ब्रह्म तदेवामृतमुच्यते ।
तस्मिल्लोकाः श्रिताः सर्वे तदु नात्योति कश्चन ॥ एतद् वै तत् ॥८॥
ya esha supteshu jagarti kamam kamam purusho nirmimanah ।
tadeva shukram tad brahma tet eva amrutam uchyate ।
tasmin lokah shritah sarve tadu na atyeti kashchana । etad vai tat ॥8॥
પ્રલયકાળમાં જીવ બધાયે ઝંપે તો પણ પ્રભુ જાગે,
કર્મ પ્રમાણે સર્વ જીવને નાનાવિધ ભોગો આપે.
તે જ બ્રહ્મ છે, પરમતત્વ તે, અમૃત તે કહેવાયે છે,
જીવ બધા તેને આશ્રય છે, તેને નિયમે ચાલે છે. ॥૮॥
*
अग्निर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव ।
एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च ॥९॥
agnir yatha eko bhuvanam pravishto
rupam rupam prati-rupo babhuva ।
ekas-tatha sarva-bhut-antar-atma
rupam rupam prati-rupo bahishcha ॥9॥
અગ્નિ એક પણ જૂદાંજૂદાં રૂપે વિવિધ જણાયે છે,
એક જ પરમાત્મા તેવો આ જગમાં જૂદો લાગે છે. ॥૯॥
वायुर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव ।
एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च ॥१०॥
vayur yatha eko bhuvanam pravishto
rupam rupam prati-rupo babhuva ।
ekas-tatha sarva-bhut-antar-atma
rupam rupam prati-rupo bahishcha ॥10॥
વાયુ એક પણ જૂદાંજૂદાં રૂપે વિવિધ જણાયે છે,
એક જ પરમાત્મા તેવો આ જગમાં જૂદો લાગે છે. ॥૧૦॥