Text Size

બંસીવાલા આજો મોરે દેશ

બંસીવાલા આજો મોરે દેશ.

આજો મોરે દેશ, હો બંસીવાલા આજો મોરે દેશ;
તોરી શામળી સૂરત હદ વેશ ... બંસીવાલા આજો.

આવન આવન કેહ ગયો, કર ગયો કોલ અનેક;
ગણતાં ગણતાં ઘસ ગઈ જીભા, હારી આંગળીઓની રેખ ... બંસીવાલે આજો

એક બન ઢૂંઢી, સકલ બન ઢૂંઢી, ઢૂંઢો સારો દેશ;
તોરે કારણ જોગન હોઉંગી, કરુંગી ભગવો વેશ ... બંસીવાલે આજો

કાગદ નાહિ મારે સ્યાહિ નાહિ, કલમ નહિ લવલેશ;
પંખીનું પરમેશ નહિ, કિન સંગ લખું સંદેશ ? ... બંસીવાલે આજો

મોર મુગુટ શિર છત્ર બિરાજે, ઘુંઘરવાળા કેશ;
મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ, આવોની એણે વેશ ... બંસીવાલે આજો

- મીરાંબાઈ

Comments  

+1 #1 Mahesh Shastri 2012-10-16 12:42
અતિ સુંદર. ભક્તવત્સલ ભગવાન, વાહ……ખૂબ સુંદર અને ઉત્તમ … આભાર. જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરિકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ ...

Today's Quote

To give service to a single heart by a single act is better than a thousand heads bowing in prayer.
- Mahatma Gandhi
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok