Wednesday, September 30, 2020

સંસારની શાંતિ

સંસારની શાંતિની વાતો કરનારા માનવ, તારા પોતાના જ અંતરમાં હજી શાંતિનો સૂર્યોદય થયો નથી, એ કેવું અજબ જેવું છે? સંસારની શાંતિ માટે તું દોડ દોડ કરે છે, બોલે છે, લખે છે, ને ભલામણ કરે છે; પણ તારા અંતરમાં તો ડોકિયું કર. તેમાં જલનારી અશાંતિની જ્વાલા જ્યાં લગી કાયમ છે, ત્યાં લગી સંસારની શાંતિનું તારું સ્વપ્ન કેવી રીતે સાચું ઠરશે?

પહેલાં તો તારી પોતાની અંદર શાંતિનો પ્રસાર કર: પછી તારા ઘરમાં ને કુટુંબમાં : પછી ગામ, સમાજ ને નગરમાં: ને પછી દેશ તથા દુનિયામાં. આ ક્રમનું પાલન કર, ને પાલન કરવાનો સંદેશ ધર, તો તારું સ્વપ્નું સાચું ઠરશે, ને તારો મનોરથ મિથ્યા નહીં થાય.

સંસારની શાંતિની વાતો કરનારા માનવ, તું સંસારનો છે, ને પ્રત્યેક માનવ સંસારનો છે, એ સત્યને શા માટે વિસરી જાય છે? માટે જ કહું છું કે તારી શાંતિની પહેલા સ્થાપના કર.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Pushpa R Rathod 2010-04-26 16:00
thank you, શ્રી યોગેશ્વરજી, હજી ગામ, સમાજ, નગર, દેશ, દુનિયાના ક્રમ બાકી છે. પ્રભુપ્રેરણાની ઘણી જ જરૂરત છે. સમય એનો ક્રમ સંભાળશે. હું તો એના ચરણની ધુળ છું. પણ એમાં આ જીવને શંકા નથી.

Today's Quote

Live as if you were to die tomorrow. Learn as if you were to live forever.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok