તમારું વચન ન ખોટું થાય
તમારું વચન ન ખોટું થાય.
બંધન તૂટે, વિહર ટળે ને મિલનરસે ઉર ન્હાય;
એકત્વ બને બે આતમનું, ફેર પડે ન જરાય. ... તમારું.
સર્વસમર્થ સિદ્ધ છો સાચા, શંકા છે ન જરાય;
જે ધારો તે કરી શકો છો, ગૌરવ એમ ગવાય. ... તમારું.
‘પાગલ’ પ્રાણ ચહે છે મળવા, આતુરતા ના માય,
વચન તમારું સત્ય કરી દો, કરો સર્વરીત સહાય. ... તમારું.
– © શ્રી યોગેશ્વરજી