MP3 Audio
*
કૃપાનો થાઓ જયજયકાર (૨)
પ્રેમીજન પર પ્રેમ તમારો, વરસો ધારેધાર;
જીવનમાં ડગલે ને પગલે ધરો વિજયની માળ ... કૃપાનો
મુસીબતોને મારી ચિંતા ને પીડાથી પાર
સદા કરી દો શરણાગતને સ્વર્ગ કરી સંસાર ... કૃપાનો
વસંત પાનખરે પ્રગટાવો, રણને કરો રસાળ;
દિવાળી કરી દો હોળીની, નિત્ય કરો ઉધ્ધાર ... કૃપાનો
અંધકારમાં અટવાતાંના પ્રકાશ હો તત્કાળ;
એકલદોકલના સાથી હો તેમ બનો રખેવાળ ... કૃપાનો
મુંઝાયે ના ભક્ત કદીયે, કરજો રોજ વિચાર;
'પાગલ' ને અપનાવો, આવો, હવે કરો ના વાર ... કૃપાનો
- શ્રી યોગેશ્વરજી