Uttar Kand
Hail to devotees of Lord Ram
श्रीराम के भक्त धन्य है
सोइ सर्बग्य गुनी सोइ ग्याता । सोइ महि मंडित पंडित दाता ॥
धर्म परायन सोइ कुल त्राता । राम चरन जा कर मन राता ॥१॥
नीति निपुन सोइ परम सयाना । श्रुति सिद्धांत नीक तेहिं जाना ॥
सोइ कबि कोबिद सोइ रनधीरा । जो छल छाड़ि भजइ रघुबीरा ॥२॥
धन्य देस सो जहँ सुरसरी । धन्य नारि पतिब्रत अनुसरी ॥
धन्य सो भूपु नीति जो करई । धन्य सो द्विज निज धर्म न टरई ॥३॥
सो धन धन्य प्रथम गति जाकी । धन्य पुन्य रत मति सोइ पाकी ॥
धन्य घरी सोइ जब सतसंगा । धन्य जन्म द्विज भगति अभंगा ॥४॥
(दोहा)
सो कुल धन्य उमा सुनु जगत पूज्य सुपुनीत ।
श्रीरघुबीर परायन जेहिं नर उपज बिनीत ॥ १२७ ॥
*
MP3 Audio
*
શ્રીરામના ભક્તો ધન્ય છે
એ સર્વજ્ઞ ગુણી ને જ્ઞાતા પંડિત એ મંડિત મહાદાતા,
ધર્મનિષ્ઠ કુળરક્ષક એ રામચરણરત જગમાં જે.
નીતિનિપુણ તે પરમ સુજાણ શ્રુતિમતની છે જેને જાણ,
એ કવિકોવિદ એ રણધીર ભજે જે છળ છોડી રઘુવીર.
ધન્ય દેશ જ્યાં છે સુરસરી, ધન્ય નાર પતિવ્રત અનુસરી;
ધન્ય ભૂપ જે નીતિ કરે, ધન્ય ધર્મથી દ્વિજ ન ચળે.
ધન્ય દ્રવ્ય જે દાન કરાય, ધન્ય સુબુદ્ધિ પુણ્યપથ જાય;
ધન્ય ભવન જ્યાં છે સત્સંગ, ધન્ય જન્મ દ્વિજભક્તિ અખંડ.
(દોહરો)
એ કુળ સાર્થક ધન્ય ને જગતપૂજ્ય સુપવિત્ર,
જેમાં રામપરાયણ જન્મે પુરુષ વિનીત.