MP3 Audio
Anuradha Paudwal
*
Manhar Udhas
જૈનધર્મમાં ભક્તામર સ્તોત્ર એક શાસ્ત્ર જેટલો જ આદર ધરાવે છે. તેની રચના મુનિ માનતુંગાચાર્યજીએ કરી હતી. ભક્તામર સ્તોત્રની રચના વિશે વિવિધ મતો પ્રવર્તે છે. એક માન્યતા મુજબ રાજા ભોજના દરબારમાં જૈન વિદ્વાન કવિ ધનંજયે પોતાની વિદ્વતાથી રાજાને પ્રભાવિત કર્યા. કવિ કાલીદાસથી એ સહન ન થયું. એથી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવા કાલીદાસે રાજાને બંને વચ્ચે વાદવિવાદ કરાવવા કહ્યું. જેમાં કવિ કાલીદાસની હાર થઈ. પરંતુ હાર સ્વીકારવાને બદલે એમણે કહ્યું કે હું ધનંજયના ગુરુ માનતુંગમુનિ સાથે વાદવિવાદ દ્વારા મારી વિદ્વત્તા સિદ્ધ કરીશ.
એથી રાજાએ માનતુંગમુનિને શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ મોકલ્યું. રાજાએ વારંવાર કહેણ મોકલ્યા છતાં માનતુંગમુનિ રાજદરબારમાં હાજર ન થયા ત્યારે રાજઆજ્ઞાનો અનાદર કરવા બદલ એમને બંદી બનાવી કારાગારમાં પૂરવામાં આવ્યા. કારાવાસમાં ભગવાન આદિનાથનું ચિંતન કરીને મુનિએ સ્તુતિ કરી. એના પરિણામે એમના બેડીના તાળાં તૂટી ગયા અને તેઓ મુક્તિ પામ્યા. આ પ્રસંગને પરિણામે ચોતરફ જૈન ધર્મનો જયજયકાર થઈ રહ્યો. બંધનાવસ્થામાં તેમણે કરેલી સ્તુતિ ભક્તામર શબ્દથી શરૂ થતી હોઈ એ ભક્તામર સ્તોત્રના નામે પ્રસિદ્ધ થઈ.