Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જાય વીતી આ જિંદગી ટૂંકી, પવનની જેમ જાય,
કાળ જાય છે એને ફૂંકી, પવનની જેમ જાય !... જાય વીતી.

કોઈ બાલક બનીને ચાલતા,
કોઈ ચાલે જુવાનીમાં મ્હાલતા;
પેલા વૃદ્ધજનોયે ચાલે, પવનની જેમ જાય !... જાય વીતી.

કૈંક બ્રહ્મા ને દેવતા થઈ ગયા,
કૈંક રાજા ને રુદ્રમાં વળી ગણ્યા;
પછી માનવીની વાત શી થાય; પવનની જેમ જાય !... જાય વીતી.

થાય મોડું એ પહેલાં ચેતજે,
મળ્યું અમૃતફળ તેને સેવજે,
થઈ પૂરણ સંસારથી જાય; પવનની જેમ જાય !... જાય વીતી.

બની ‘પાગલ’ પ્રભુ કેરા પ્રેમમાં,
જ્ઞાન નાવને ચલાવજે નેમમાં;
કાળ તો તો ગુલામ ખરે થાય; પવનની જેમ જાય !... જાય વીતી.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit