if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

Upanishad-No-Amar-Varasoહિન્દુ ધર્મગ્રંથોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે - શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિનો અર્થ થાય છે સાંભળેલું જ્યારે સ્મૃતિનો અર્થ થાય છે યાદ કરેલું. સ્મૃતિના મુખ્યત્વે છ વિભાગ પાડવામાં આવ્યા છે - ધર્મશાસ્ત્ર, ઈતિહાસ, પુરાણ, સૂત્ર, આગમ અને દર્શન. આચારસંહિતા કે વ્યવહારના નિયમો ધર્મશાસ્ત્રમાં વણી લેવામાં આવેલા છે. મનુસ્મૃતિનો સમાવેશ ધર્મશાસ્ત્રમાં થાય છે. રામાયણ, મહાભારત વિગેરેનો સમાવેશ ઈતિહાસમાં કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણ, શ્રીમદ્ ભાગવત વિગેરેનો સમાવેશ પુરાણમાં કરવામાં આવે છે. યોગસૂત્ર, ન્યાયસૂત્ર, બ્રહ્મસૂત્ર, વિગેરેનો સમાવેશ સૂત્રમાં કરવામાં આવે છે. કર્મકાંડના નિયમો આગમ ગ્રંથોમાં અને તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો સમાવેશ દર્શનમાં કરવામાં આવે છે.

વેદોનો સમાવેશ શ્રુતિમાં થાય છે. વેદો ચાર છે - ઋગ્વેદ, યજુર્વેદ, અર્થવવેદ અને સામવેદ. વેદોના જ્ઞાનને બે ભાગમાં વહેંચવામાં આવે છે - સંહિતા(Collection of hymns) અને બ્રાહ્મણ (Explaining the meaning of Mantras and rituals). ઉપનિષદોને વેદાંત (conclusive part of Veda) તરીકે પણ ઓળખવામાં આવે છે. એ રીતે જોઈએ તો ઉપનિષદનો અર્થ વેદ+અંત એટલે કે અંતિમ જ્ઞાન કે જ્ઞાનનો અંત (The ultimate knowledge) એવો પણ કરી શકાય. સંસ્કૃત ભાષામાં ઉપનિષદ શબ્દ ત્રણ શબ્દોની સંધિથી બનેલો છે - ઉપ+નિ+ષદ. ઉપ એટલે નજીક, નિ એટલે નીચે અને ષદ એટલે બેસવું. અર્થાત્ નીચે કે પાસે બેસવું (અને જ્ઞાન મેળવવું). જો કે ઉપનિષદમાં જ્ઞાનની આપ-લે કેવળ ગુરુ-શિષ્ય કે વિદ્યાર્થી-શિક્ષકની જોડી વચ્ચે જ થતી નથી દેખાતી. ઉદાહરણ તરીકે, કઠોપનિષદમાં યમરાજ નાનકડા બાળક નચિકેતાને શિક્ષા આપે છે તો કેનોપનિષદમાં ઈન્દ્ર અને અન્ય દેવો યક્ષ સાથે સંવાદ કરે છે.

ઉપનિષદોને હિન્દુ ધર્મ કે સનાતન ધર્મના પાયાના ગ્રંથો માનવામાં આવે છે. દરેક ઉપનિષદ કોઈને કોઈ વેદ સાથે જોડાયેલ છે. ઉપનિષદોની ખાસિયત એ છે કે એમાં કોઈ મત કે સંપ્રદાય કે દેવીદેવતાનું સમર્થન કરવામાં નથી આવ્યું. વિવિધ ઉપનિષદોમાં સૃષ્ટિની ઉત્પત્તિ અને એના ક્રમથી માંડીને શરીરમાં આત્માનું સ્થાન, પરમાત્માનું સ્વરૂપ, કર્મનું ફળ, મૃત્યુ પછી જીવનું શું થાય, ધ્યાન કેવી રીતે કરવું, યોગની સિદ્ધિઓ, વિવિધ પ્રકારના પ્રાણ અને ઓમકારનો મહિમા જેવા વિવિધ અને ગહન વિષયો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.

ઇતિહાસકારોના મતે ઉપનિષદોનો રચનાકાળ આશરે ઈસ્વીસન પૂર્વે ૩00 થી ૫00 છે. ઉપનિષદની સંખ્યા વિશે નિષ્ણાતોમાં મતભેદ છે. પરંતુ મૌક્તિક ઉપનિષદમાં ૧૦૮ ઉપનિષદ ગણાવવામાં આવ્યા છે. એમાંથી છાંદોગ્ય અને કેનોપનિષદ (સામવેદ), ઐતિરીય અને કૌશિતકી (ઋગ્વેદ), કઠોપનિષદ, તૈત્તિરીય, બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, પ્રશ્ન અને ઈશોપનિષદ (યજુર્વેદ) તથા મુંડક અને માંડુક્ય ઉપનિષદ (અથર્વવેદ) મુખ્ય ઉપનિષદ ગણાય છે. ઉપનિષદની રચના કોણે કરી હશે તે વિશે પણ વિવેચકોમાં કોઈ સ્પષ્ટ સંમતિ નથી, પરંતુ ઉપનિષદના શ્લોકોમાં રજૂ થયેલ નામ પરથી કહી શકાય કે યાજ્ઞવલ્ક્ય, ઉદ્દાલક, ઐતરેય, પિપ્પલાદ, સનત્કુમાર, શ્વેતકેતુ, શાંડિલ્ય, મનુ અને મહર્ષિ નારદ વિગેરેએ ઉપનિષદનું જ્ઞાન વહેતું કર્યું, એથી તેમને ઉપનિષદના રચયિતા કે કર્તા કહી શકાય.

હજારો વર્ષ પૂર્વે ઉપનિષદમાં રજૂ થયેલ વિચારો અને ભાવો તેમની ઉદાત્તતાને કારણે આજના દાર્શનિકોને પણ મંત્રમુગ્ધ કરે છે. ઉપનિષદોના મેક્સ મૂલરે કરેલ અંગ્રેજી ભાષાંતર પછી પશ્ચિમના દેશોમાં ઉપનિષદો વિશે વિશેષ રસ જાગૃત થયો છે. જો કે એ આપણી કમનસીબી છે કે જ્યાં ઉપનિષદોનો ઉદભવ થયો તે ભારત દેશમાં એના પ્રત્યે કોઈ વિશેષ રુચિ દેખાતી નથી. એના કારણો વિવિધ છે પરંતુ પ્રધાન કારણ સંસ્કૃત ભાષાની દુર્દશા ગણી શકાય. નવી પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યેની ઉદાસીનતાને કારણે ઉપનિષદાદિ ગ્રંથો ભુલાવાની અણી પર છે. એવા સમયે આપણી માતૃભાષા ગુજરાતીમાં સરળતાથી સમજી શકાય અને ગાઈ શકાય તેવી રીતે ઉપનિષદોને પ્રસ્તુત કરવા બદલ ગુજરાતી પ્રજા શ્રી યોગેશ્વરજીની સદૈવ ઋણી રહેશે.
*
Explore

  1. Aitareya Upanishad : ઐતરેય ઉપનિષદ : ऐतरेयोपनिषत्
  2. Isavasya Upanishad : ઈશોપનિષદ : ईशोपनिषत्
  3. Katha Upanishad : કઠ ઉપનિષદ : कठोपनिषत्
  4. Kena Upanishad : કેનોપનિષદ : केनोपनिषत्
  5. Mandukya Upanishad : માંડુક્ય ઉપનિષદ : मांडुक्योपनिषत्
  6. Mundaka Upanishad : મુંડકોપનિષદ : मुंडकोपनिषत्
  7. Prasna Upanishad : પ્રશ્ન ઉપનિષદ : प्रश्नोपनिषत्
  8. Shvetashvatar Upanishad : શ્વેતાશ્વતર ઉપનિષદ : श्वेताश्वतरोपनिषत्

The word 'Upanishad' in Sanskrit language means upa (near), ni (down) and shad (to sit), which can be summed up as 'to sit down near' (and receive instructions). The teacher and student or a spiritual master and his disciples setting were not always prevalent in strict sense. In some cases, it was husband answering questions about immortality to his wife or a teenage boy was being taught by Yama (God of Death). The teachers, in some cases were women sages and the seekers of inspiration were kings. Besides dialogues, Upanishads also contain narrations, similes, metaphors, illustrations and symbolism.

In the quietude of caves and monasteries or ashrams situated on the banks of holy Ganges, this mystic knowledge was exchanged for centuries. It can be said that Upanishads are collection of writings representing oral transmission of such knowledge.

Most of the Upanishads are either commentary on or are an extension of four Vedas and in most cases constitute Vedanta (the end or an ultimate part of Veda). The characteristics of the Upanishads are their universality and the total absence of any dogmatism. Upanishads elaborate upon highest metaphysical state, beyond which is the realm of Silence.

Upanishads are considered as the backbone of Hinduism. The thoughts expressed inside Upanishadic cluster forms the core of Indian philosophy. One can find doctrines of Karma (action), Yoga (union), Punarjanma (rebirth), moksha (liberation), atma (soul) and brahman (super soul), inside these scriptures. Upanishads also gives valuable insight into Hindu belief system behind the creation of universe and the reasons behind its sustenance.

Download Various Upanishads (Sanskrit) in PDF

According to Historians, Upanishads were composed between year 800-400 B.C. Experts differ on total number of Upanishads, but most agree on 108. Major among them are Chhandogya & Kena (Sam Veda); Aitareya & Kaushitaki (Rig Veda); Katha, Taittiriya, Brihadaranyaka, Svetasvatara, Isa & Prasna (Yajur Veda); Mundaka & Mandukya (Atharva Veda). From various elaboration found inside Upanishadic verses, it can be said that, sages like Yagnavalkya, Uddalaka, Aitareya, Pippalada, Sanat Kumar, Shwetaketu, Shandilya, Manu and even Maharshi Narada disseminated Upanishadic knowledge and thus, can be said to be their authors.

Explore List of Upanishads

Upanishads are acknowledged as pinnacle of human wisdom.  None other scripture of that time can claim to contain such sublime and noble thoughts as found inside Upanishads. Written almost at the time of the dawn of civilization, Upanishads continues to evoke tremendous interest even today, among literates of both, East as well as West.

Here, we will present select Upanishads along with their text, meaning in Gujarati and Shri Yogeshwarji's comments from his book entitled 'Upanishad No Amar Varaso'.

Let's begin our quest by this Upanishadic prayer:

ॐ असतो मा सद्गमय ।  तमसो मा ज्योतिर्गमय ।
मृत्योर्मा अमृतं गमय । ॐ शांति शांति शांतिः ॥

"From the untruth (unreal), lead me to the truth (real)! From veil of ignorance (darkness), lead me to knowledge (light)! From clutches of death, lead me to immortality! Let there be peace...complete peace."

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.