તે પ્રભુને હું નમું
જેનું ખુબ જ શાંત સ્વરૂપ, તે પ્રભુને હું નમું.
જે છે સારી સૃષ્ટિના ભૂપ, તે પ્રભુને હું નમું.
જે છે દેવોનાયે દેવ, તે પ્રભુને હું નમું.
જેની સિદ્ધ કરે છે સેવ, તે પ્રભુને હું નમું.
વ્યોમ જેવા જે વ્યાપક દેવ, તે પ્રભુને હું નમું.
સૌના હૈયે વસેલા હંમેશ, તે પ્રભુને હું નમું.
ક્ષીરસાગરમાં જે સૂતેલ, તે પ્રભુને હું નમું.
જેણે રચિયો સૃષ્ટિનો ખેલ, તે પ્રભુને હું નમું.
જેની નાભિથી પદ્મ થયેલ, તે પ્રભુને હું નમું.
શ્યામ રંગ છે વાદળ જેમ, તે પ્રભુને હું નમું.
જે છે લક્ષ્મીના પતિદેવ, તે પ્રભુને હું નમું.
પદ્મ જેવા છે જેમના નેન, તે પ્રભુને હું નમું.
કરે દુઃખ અને દર્દનો છેદ, તે પ્રભુને હું નમું.
પરમાત્મા જે પરમેશ, તે પ્રભુને હું નમું.
- શ્રી યોગેશ્વરજી