Friday, May 29, 2020

કનૈયાલાલથી બાંધી ખરેખર પ્રીતડી

કનૈયાલાલથી બાંધી ખરેખર પ્રીતડી મેં તો.
રૂડા ગોપાલથી બાંધી ખરેખર પ્રીતડી મેં તો.

મધુર છે મુખ પરે મુરલી, સુહાયે શી છબી અમૂલી;
સુરતને સ્નેહથી સાંધી સુહૃદ સૌના થકી મેં તો... કનૈયાલાલથી

ત્રિભંગ કરી ઊભા પ્રેમે, હૃદય રોકાય ના કેમે;
હૃદય-મિલ્કત બધી ઢાળી ખરે એને ચરણ મેં તો... કનૈયાલાલથી

નથી જે રૂપની તુલના, ગુણોની છે નહીં ગણના;
સુધાસાગર થકી સંસારમાં મૈત્રી કરી મેં તો... કનૈયાલાલથી

વિનાશી વિશ્વમાં વાસી ખરે એ એક અવિનાશી;
ફિકર ને ભીતિને ભાંગી, કરીને પ્રીતડી મેં તો... કનૈયાલાલથી

સનાતન સુખ વસે એમાં, વસે છે શાંતિયે તેમાં;
મળી આનંદની મ્હેફિલ, કરી છે પ્રીતડી મેં તો... કનૈયાલાલથી

બની ‘પાગલ’ ચરણ એને કર્યું અર્પણ બધું મેં તો;
સમર્પણ સૌ કરી દેજે ચહે આનંદ તું પણ જો... કનૈયાલાલથી

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Security code
Refresh

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok