Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

જગમાં તે જ મહા બડભાગી,
જેને પ્રીત તમારી જાગી ... જગમાં.

ધન ને ધામ ભલે ના હોયે, હોય ન વિષય-અનુરાગી,
તો પણ તે બડભાગી સાચે જેને લગની લાગી ... જગમાં

વિદ્યાવાન ભલે ના હોયે, હોય ન કે યશભાગી,
હોય ગમે તે જાતિ મહીં તે ભક્ત ખરે બડભાગી ... જગમાં

તમારી કૃપા સિવાય બીજી તૃષ્ણા જે દે ત્યાગી,
તે જ ધન્ય છે મુક્તિ તેને મળવાની વણમાગી ... જગમાં

નિર્મલ થાજે નમ્ર, સર્વના મંગલનો અનુરાગી,
‘પાગલ’ પ્રાર્થે એવો મુજને સદા કરો બડભાગી ... જગમાં

- શ્રી યોગેશ્વરજી


Add comment

Submit