Sunday, July 05, 2020

હૃદય આ તારે માટે રુવે

હૃદય આ તારે માટે રુવે, તોય ના સામે કેમ જુવે ?
નયન આ ચરણને તારાં ધૂવે, તોય ના સામે કેમ જુવે ?

માળામાં પંખી બેઠેલાં માતા સામે જુએ,
ઊડતી આવે માતા, પંખી જઇ સોડમાં સૂવે...હૃદય આ.

પનિહારી કૈં પાણી ભરતી વાતે વળગી ફૂવે,
પ્યાસી આવે પંથ તરત ત્યાં, તૃપ્ત થઇ મુખ લૂવે...હૃદય આ.

માતાનું શું આવું દિલડું, હાલે ના પીગળે,
પરમારથ એ કેવો, પીડા પરની જે ના હરે ?...હૃદય આ.

વાણી ગાયે ગુણ ને મનડું તારું ધ્યાન ધરે,
રોમ રોમ તુજને મળવાને આતુર થૈ ટળવળે...હૃદય આ.

પ્રકાશ છોડે સૂર્ય કદિક ને કાળતણો ક્રમ ફરે,
તારા વિણ તો પણ ના મુજને કો દી ચેન વળે...હૃદય આ.

'પાગલ' લોચન પ્રેમવારિમાં મીન સમાં વિહરે,
તૃપ્ત કરી દે પ્રકટી તેને, અરજી એ છે ખરે...હૃદય આ.

- શ્રી યોગેશ્વરજી


Add comment

Security code
Refresh

Today's Quote

God writes the gospel not in the Bible alone, but on trees and flowers, and clouds, and stars.
- Luther

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok