Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા નિત્ય દર્શનની લગન દિલને ગઇ લાગી
અખંડ અમોઘ દર્શનની લગન દિલને ગઇ લાગી ... તમારા નિત્ય દર્શનની.

કૃપાની કરી છે વૃષ્ટિ, સરજતાં સ્નેહની સૃષ્ટિ;
તમારા અધિક અમૃતકાજ, પ્રાણે પ્યાસ છે જાગી ... તમારા નિત્ય દર્શનની.

કર્યું દર્શન તમારું મેં, સતત દર્શન કરાવો તે;
અલગ ના એક પળ પણ હો, કઠોર થઇ મને ત્યાગી ... તમારા નિત્ય દર્શનની.

તમે પણ પ્રકટશો પાસે, વિહરતો એ જ અભિલાષે;
મટે ના વેદના કેમે કરી, વીણા રહી વાગી ... તમારા નિત્ય દર્શનની.

વિરહ કેરી વ્યથા ટળશે, મિલનની મધુરતા મળશે;
કરે આરાધના એથી જ, અંતર રોજ અનુરાગી ... તમારા નિત્ય દર્શનની.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit