Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અવસર ફરી ફરી ના આવે,
દુર્લભ દેહ મનુજનો તેનો
મહિમા કોણ જ ગાવે ? ... અવસર.

ચિંતામણી દરિદ્ર જનમનો,
કોઇ જેમ જ પાવે,
માનવ-તન મળિયું છે તેવું
વારંવાર ન આવે. ... અવસર.

વખત જાય છે વીતી સઘળો,
કાળ સમીપે લાવે;
‘પાગલ’ કહે કાલે લણવાનું
આજે જેવું વાવે. ... અવસર.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit