Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જોજો મને કદીયે વિસરી જશો તમે ના.
વિસર્યો નથી હજીયે, વિસરી જશો કદી ના...જોજો.

દિલ છે તમોને દીધું, બદલામાં કૈં ન લીધું,
તલસાવી ખૂબ દીધું, તલસાવશો હવે ના...જોજો.

જીવન તમે છે પાળ્યું, માતા બનીને તાર્યું,
શિશુને સદા ઉગાર્યું, રઝળાવશો હવે ના...જોજો

રક્ષા કરી તમે છે, યાદી ઉરે રમે છે,
રક્ષા તણા વચનને વિસરી જશો હવે ના...જોજો

'પાગલ' થયો તમારો, એ વાત ના વિસારો,
અંતર તમારું આસન ખાલી થશો કદી ના...જોજો

- શ્રી યોગેશ્વરજી


Add comment

Submit