Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને માત, દર્શન દો.
મારું જીવનમંગલ હો, મને માત, દર્શન દો.

તમારા વિના કહો મહીમાં મંગલકારક કો’ ?
શાંતિસ્થાન છો, તમે જ મારાં, પરમ શ્રેયપદ હો ... મને.

પ્રાણ તમે છો, જીવનધન છો, પ્રકટી પ્રાણ હરો;
આશીર્વાદ લઇને આવો, તુર્ત ત્રિતાપ હરો ... મને.

ગૌર ગોરસી જેવું તન છે, મધુઝરતું મુખ હો,
જાગી જોવા કાજ ઝંખના, સત્વર દર્શન દો ... મને.

સુમધુર સ્વરથી વાત કરો, આપો આલિંગન છો;
નવો થાય અવતાર, શરીરે હાથ ફેરવો તો ... મને.

કૈંક ભક્ત ને સંતો જેમ જ મુજને દર્શન દો,
જીવન ત્યારે સફળ બને ને ક્લેશ કપાય બધો ... મને.

જ્ઞાન-યોગ-તપ-જપની વિધિ ના, ના અધિકાર કશો;
મન લાગ્યું છે તોય ચરણમાં, હેતે આજ હસો. ... મને.

જેવો તેવો ‘પાગલ’ બાળક, માતા કિન્તુ તમો;
અંક ઉઠાવો પ્રેમે તેને; સૌ સંતાપ શમો ! ... મને.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit