Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જેણે તારો રાહ છે ઝાલ્યો, જેને તારો એક સહારો
તેને તેને આંગળી આપી, દોર્યા વિના ચાલશે ના...પ્રેમ કર્યા વિના

મૂંગા મૂંગા જેના પોકારો, જોઇ પીગળે પથ્થર પહાડો,
જેના આંસુની ધારેધારે, તારે માટે વેદના ચાલે
તેને તેને ચાંપ્યા વિના ચાલશે ના...પ્રેમ કર્યા વિના

ઠોકે ઠોકે રોજ સવારે, બારણાં તોયે ના તું ઉઘાડે,
તેને તેને થાક ભૂલ્યાને, નીંદ તજીને બહાર ઊભાને,
ભેટ્યા વિના ચાલશે ના...પ્રેમ કર્યા વિના

લાત મારે તોય જે પગ ચાટે, તુચ્છકારે તોય પ્રેમે પધારે
તેના કોમળ અંતર તારે, ગાન બનીને કો’ક સવારે ,
જાગ્યા વિના ચાલશે ના...પ્રેમ કર્યા વિના

ડૂમે ડૂમે આંસુડાં ચાલે, નીંદ ન આવે રાત દહાડે,
તેનાં દર્શન ધન્ય થવાને, નેહમાં ન્હાવાને, શુધ્ધ થવાને,
'પાગલ' છેક બનીને આવ્યા વિના ચાલશે ના...પ્રેમ કર્યા વિના

- શ્રી યોગેશ્વરજી


Add comment

Submit