Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભુ પ્રેમે કરી પધારો,
મારા મનમંદિરમાં આવો... પ્રભુ.

ઝગમગ ઝગમગ જ્યોત જલે છે, ધૂપ સુવાસિત સારો;
વીણા ને કરતાલ મિલાવી રાતદિન કરું હું પુકારો... પ્રભુ.

આંખલડી આતુર છે મારી, અમૃતને વરસાવો;
દર્દ હૃદયમાં આગ જગાવે, આલિંગનથી ટાળો !... પ્રભુ.

બહુબહુ દિનથી વાટ નિહાળું, વાર હવે ન લગાડો;
મંદિર મારું છેક જ સૂનું, મિલનનું બીન બજાવો... પ્રભુ.

અંતર્યામી તમે, તો વધારે વાતો કેમ લખાવો,
નવજીવન દો, મૃતને સ્નેહે સંજીવની લગાવો... પ્રભુ.


- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit