Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા નાનાશા જીવન માંહ્ય
પ્રેમનો દીવો પેટવો !
મારા અંતરના મંદિરની માંહ્ય
પ્રેમનો દીવો પેટવો !

ભલે હોયે નાનો એ સાવ,
ઊગે સૂરજ બની આ આભ;
બને જીવનનો પ્રાણ પ્રકાશ ... પ્રેમનો.

કુડા કામક્રોધ લોભ ને રાગ,
એના તેજે બને સૌ ખાખ;
ધરે અમૃતની ધારેધાર ... પ્રેમનો.

મારા જીવન પ્રાણાધાર !
મારી આ જ છે મોટી આશ,
તમે આવો કરી સ્મિત, જીવન મારું
રેલે સુવાસ સુવાસ ... પ્રેમનો.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit