Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમને પામી હું ધન્ય થયો,
ધન્ય થયો કૃત કૃત્ય થયો ... તમને.

હું પ્રકાશહીન તમારે સ્પર્શે
પ્રકાશવંત પ્રકાશ થયો;
જે સ્વલ્પ, તે વિરાટ પૂરણ,
મુક્ત, શાંત, કૃતકામ થયો ... તમને.

સુખની ઈચ્છામાં ફરતો’તો,
ક્યાં શાન્તિ મળે એ રટતો’તો,
રસ પૂરણ માટે મથતો’તો,

ઓ સુખના શોભાસાગર,
શાંતિનિધાન, રસિકવર, વદતો’તો;
ત્યાં મળ્યા તમે તો વરી તમોને
થઇ શાંત લે ધન્ય ગયો ! ... તમને.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit