Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભગવદ્ ગીતા આરતી

MP3 Audio

ગીતાની આરતી ઉતારો આજ (૨)

આતમના અનુરાગે આરતી ઉતારો,
રોમરોમ રંગીને આરતી ઉતારો,
સિધ્ધ થાય જેથી બધાયે કાજ ... ગીતાની આરતી

ધર્મ-અર્થ-કામ-મોક્ષ મેળવવા માટે,
જીવનની ધન્યતા ને શાંતિને કાજે,
અંતરનો પૂરીને એમાં અવાજ ... ગીતાની આરતી

અજવાળું જીવનમાં પથરાયે એનું,
અંધારું દુર થાય જુગજુગનું એવું,
વાગે અવિનાશી ઝાંઝ પખાજ ... ગીતાની આરતી

ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર જીવનનું ન્યારું,
પ્રભુનું શરણ લઈએ મહીં પ્યારું,
મેળવતાં અવિનાશી આતમરાજ ... ગીતાની આરતી

- શ્રી યોગેશ્વરજી

Comments

Search Reset
3
Hina Kodinariya
15 years ago
જય શ્રીકૃષ્ણ. તમારી સાઇટથી ઘણો લાભ થયો છે. જે હું વરસોથી શોધતી હતી તે મને મળી ગયું,આભાર. હું ભાગવતજીના બાર સ્કન્ધની આરતી અને વેદીક મંત્રો
(આર્ય કન્યા ગુરુકુલ,પોરબંદર)માં જે બોલાય છે તે શોધુ છુ. અહીં આવી ગયા પછી ભારત જવાનો મોકો નથી મળ્યો. જો શક્ય હોય તો,તમારો ખુબ ખુબ આભાર
- હીના કોડીનારીયા
Like Like Quote
1
Leena sheth
16 years ago
Excellent site as the name & will lead to Swarg only.
Is there any monthly publication? Also interested in audio cassettes.
Like Like Quote

Add comment

Submit