દેવી ક્ષમાપન સ્તોત્ર
MP3 Audio (Maa Sarveshwari)
*
MP3 Audio (Devesh Dave)
*
દિવસ-રાત અપરાધ હજારો મારાથી મા થયા કરે,
દાસ તમારો મને જાણતાં ક્ષમા કરો હે સર્વ શુભે.
આવાહ્નને ના જાણું, હું જાણું નહીં વિસર્જનને
પૂજાનો પણ મર્મ ન જાણું, ક્ષમા કરો હે જગદંબે.
મંત્રભક્તિ કે ક્રિયા વગરનું પ્રેમે પૂજન આજ કર્યું,
પૂર્ણ અને વિધિપૂર્વક જાણી સ્વીકારો તે ધન્ય બધું.
અપરાધ કરી અનેક પણ જે જગદંબા ઉચ્ચાર કરે,
તે જનને બ્રહ્માદિ દેવની દુર્લભ ગતિ તત્કાળ મળે.
અપરાધી તો પણ આવ્યો છું શરણ તમારે હે જગદંબ,
યોગ્ય હોય તો કરો કૃપાની, કૃપાપાત્ર પર વહવો ગંગ.
અજ્ઞાને ભૂલે ભ્રાંતિ થકી ને ન્યુનાધિક કંઈ હોય થયું,
પરમેશ્વરી ક્ષમા કરતાં તે, વરસો કરૂણાધાર હજુ.
કામેશ્વરી જગન્નમાતા હે દિવ્ય સચ્ચિદાનંદમયી,
સ્વીકારો પ્રેમે થકી પૂજા પ્રસન્ન સત્વર થાય વળી.
ગુહ્યાતિગૃહ્યના રક્ષક સ્વીકારો જપને મારા,
કૃપા કરી સંસિધ્ધિ આપો અપનાવો સ્તુતિની માળા.
- શ્રી યોગેશ્વરજી
Comments
I am looking for "Vandan Karu shree charnoma Aaje ..." Sleeping time prayer. Can you please send me? Thanks.
[You can find the same here:
http://www.swargarohan.org/bhajans/aarti-stuti/Page-2.htm
- admin ]
I am looking for "Vandan Karu shree charnoma Aaje ..." Sleeping time prayer. Can you please send me?
Thanks.