હું તો વંદુ કૃપાળુ દેવને રે.
તત્વજ્ઞાની તીર્થંકર દેવને રે.
કાર્તિક પૂર્ણિમાએ પ્રગટ્યા પ્રભુ,
દેવબાઈના દેવ બાળરૂપને નમું... હું તો વંદુ
જન્મ સિદ્ધ કવિરાજ આત્મજ્ઞાની પ્રભુ,
જન્મભૂમિ વવાણીયા તીર્થને નમું... હું તો વંદુ
સાત વર્ષે તત્વબોધ પામતા પ્રભુ,
ધન્ય વૃક્ષ વવાણીયાને હું નમું... હું તો વંદુ
મોક્ષમાળા રચો સોળ વર્ષમાં પ્રભુ,
શતાવધાની શાંત સ્વરૂપને નમું... હું તો વંદુ
પરોપકારી પરમ જ્ઞાની પ્રભુ,
મોક્ષદાતા સમાધિ સિદ્ધને નમું... હું તો વંદુ
આત્મસિદ્ધિ શાસ્ત્ર દીવાદાંડી સમું,
ભવતારક કલ્યાણકારી ગ્રંથને નમું... હું તો વંદુ
રચો ભાવના બોધ પુષ્પમાળા પ્રભુ,
મુમુક્ષુના મંગળકારી ગ્રંથને નમું... હું તો વંદુ
સાધુ સમાજે ગૃહસ્થ ગુરૂ આપ પ્રભુ,
લઘુરાજ સ્વામિને ભાવથી નમું... હું તો વંદુ
પૂર્ણ પદ્માસને શ્વેત વસ્ત્રે પ્રભુ,
વડવાના એ પાવન તીર્થને નમું... હું તો વંદુ
આત્મચિંતન કરતા એકાંતમાં પ્રભુ,
ઈડર જંગલ પહાડના યોગીને નમું... હું તો વંદુ
પરમ ગુરૂ શ્રીમદ્ પરમાત્મા પ્રભુ,
ઈડર ગઢની એ સિદ્ધ શીલાને નમું... હું તો વંદુ
ગુરૂ મંદિરની શ્વેત પ્રતિમાને નમું.
અગમપંથી અગાસના યોગીને નમું... હું તો વંદુ
સાધના પંથે આશીષ્ ધરજો પ્રભુ,
સર્વેશ્વરીના આપ ભગવંતને નમું... હું તો વંદુ
- મા સર્વેશ્વરી