જય જય જય જયોતિર્મયી માતા
વંદુ માત ભવાની ...
લાડકવાયા પુત્રરત્નને પ્રભુપંથે પધરાવ્યા,
ત્યાગ તમારો ધન્ય ગણીને દેવો પણ હરખાયા ... જય જય
દેવપ્રયાગે પ્રભુની સાથે છાયા બની વિરાજ્યાં.
કષ્ટ સહ્યાં એકાંત પ્રદેશે શ્રદ્ધા દીપ પ્રકટાવ્યાં ... જય જય
વ્રત ઉપવાસ પ્રભુના આપે સમજણ થકી વધાવ્યાં,
પ્રત્યક્ષ માતૃદેવ ગણીને પ્રભુએ પણ અપનાવ્યાં ... જય જય
પુત્ર રત્નને પ્રભુરૂપ માની પરમ શાંતિ તમે પામ્યાં,
જીવનનું કલ્યાણ કરીને ભવનાં બંધન ટાળ્યાં ... જય જય
સેવાનું સદભાગ્ય ધરીને સર્વેશ્વરીને સ્વીકાર્યાં,
અંતે કૃપા ઘણી વરસાવી આશિષ દઇને સિધાવ્યાં ... જય જય
મનહર મંગલ માતૃઅંકમાં બાળસ્વરૂપે પધારી,
યોગેશ્વર પ્રભુ દર્શન દેજો વિનંતિ લેજો વધાવી ... જય જય
કૃપાતણી વર્ષા વરસાવો પરમધામથી પ્રીતે,
સર્વેશ્વરીનો સાદ સુણી લો યોગની અવનવી રીતે ... જય જય
- મા સર્વેશ્વરી