Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ધન્ય ધન્ય ગુરુદેવ પ્રભુ, કાર્ય અમારું સફળ કર્યું.

અશક્યને તેં શક્ય કર્યું, બિરુદ સ્વજનનું સત્ય કર્યું,
સહાયક બની સાથે રહ્યો, ભાર અમારો સકળ સહ્યો.

સઘળાં કાર્યો અનુમતિથી સફળ બનાવ્યાં જીવનમહીં,
મહાકાર્ય હવે કરજે નાથ, ભિક્ષુક બનીને માંગીએ આજ.

દિવ્ય દર્શન ધરી દે નાથ, ધન્યતાનો રહે ન પાર,
અગણિત છે તારા ઉપકાર, ભવસાગરથી પાર ઉતાર.

આશિષ ધરી દે આજ અહીં, ઉપકારોને ભૂલીએ નહીં,
વંદન કરીએ વારંવાર, કૃપા કરી દે અપરંપાર.

- મા સર્વેશ્વરી

Add comment

Submit