ગંગાજીની સ્તુતિ

દેવી સુરેશ્વરી ભગવતી ગંગા !
ત્રિભુવન તારિણી તરંગમયી મા,
શંકર શિર-પર વિચરણ કરતાં
ભગવતી ગંગે, નમન અમારા (૨)
કરજો સ્થિરમતિ ચરણે તમારાં.

ભાગીરથી, સુખદાયિની હે મા !
વેદશાસ્ત્ર સન્માનિત હે મા !
અજ્ઞાની, મહિમાથી અજાણ્યા
ભગવતી ગંગે, નમન અમારા (૨)
રક્ષા કરજો, શરણે તમારા.

હરિચરણની હે સુરસરિતા !
તરંગ તારાં હિમચંદ્ર સમાં !
સુંદર મોતી સમાં ઝળકતાં
ભગવતી ગંગે, નમન અમારા (૨)
પાપના ભાર ઉતારો અમારા.

પ્રસાદથી પાવન પદ મળતાં,
શ્રી ચરણો યમબંધન હરતાં,
સ્વર્ગસુખ ક્ષણમાં ધરનારાં,
ભગવતી ગંગે, નમન અમારા (૨)
કરો મનોરથ શાંત અમારા.

પતિત ઉદ્ધારિણી જાહ્નવી ગંગા !
ભીષ્મ જનની હે મુનિવર કન્યા !
ખંડન હિમગીરીનું કરનારાં
ભગવતી ગંગે, નમન અમારા (૨)
ધન્ય કરી દો જીવન અમારાં.

કલ્પલતા સમ ફળ દેનારાં,
સમંદર પ્રતિ વિચરણ કરતાં,
ચંચલ વિમુખ વનિતા સરખાં
ભગવતી ગંગે, નમન અમારા (૨)
સન્મુખ રહેજો જીવન અમારા.

નરક નિવારિણી, હે મા ગંગા !
ક્લેશ વિનાશીની હે મા ગંગા !
વંદનથી શોક હરણ કરતાં,
પ્રણામથી પીડા હરનારાં
ભગવતી ગંગે, નમન અમારા (૨)
શોક સમસ્ત હરજો અમારા.

ત્રિભુવનને મહિમા ધરનારાં,
સ્નાન થકી મુક્તિ દેનારાં,
દર્શનથી પાવન કરનારાં,
ભગવતી ગંગે, નમન અમારા (૨)
પુલકિત કરજો પ્રાણ અમારા.

પવિત્રતા તવ તરંગ ધરતાં,
કલ્યાણ પરમ સૌનું કરતાં,
ચરણ તમારા મુકુટમણિ શાં
ભગવતી ગંગે, નમન અમારા (૨)
સુગંધિત કરો જીવન અમારાં.

ત્રિભુવનના સાર સ્વરૂપ, હે મા !
મહીમંડળનાં માળી, તમે મા,
આરોગ્ય સૌને ધરનારાં
ભગવતી ગંગે, નમન અમારા (૨)
ક્ષમા કરી દો દોષ અમારાં.

સદ્ ગતિ સૌને ધરનારાં,
સર્વ દુઃખને દળનારાં, મા !
અલનંદા હે પરમાનંદા !
ભગવતી ગંગે, નમન અમારા (૨)
જનમ જનમ અમે બનીએ તમારાં.

ગંગાજીની સ્તુતિ કરનારા,
શ્રીમદ્ શંકરાચાર્ય છે ન્યારા,
અગણિત વંદન ચરણે તમારા,
નમન હજારો વાર અમારા (૨)
જય જય હો શંકર સુખદાતા.

શંકર સરવર નાંખે ફુલડાં,
સર્વેશ્વરીની માળે પધાર્યાં,
ગંગા માએ સૌને વધાવ્યાં,
જય જય જય હો ગંગા માતા, (૨)
જય જય યોગેશ્વર ભગવંતા.

- મા સર્વેશ્વરી

Add comment

Security code
Refresh

Today's Quote

From the solemn gloom of the temple, children run out to sit in the dust, God watches them play and forgets the priest.
- Rabindranath Tagore
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.