Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હે હરિ તારા ચરણ કમળમાં પ્રાર્થના આજ સ્વીકારજો
ભક્ત બાળની અલખની યાત્રા, પૂર્ણપણે શણગારજો.

દેવી દેવતા સાથી બનીને મંદિર દ્વાર ઉઘાડજો,
ભક્ત બાળનાં બંધન સઘળાં હળવેથી હરિ કાપજો.

મમત્વનાં સઘળા તારોને હે હરિ ચરણે વાળજો,
ભક્ત બાળનાં જીવનરથને, પરમ ધામમાં વાળજો.

પરિવારની ચિંતા સઘળી ચિંતનમાં પલટાવજો,
ભક્ત બાળની સર્વે ભૂલોને હે હરિ ક્ષમા કરાવજો.

સ્મરણ કરાવી રામનામનું દુઃખ બધાંયે ટાળજો,
ભક્ત બાળને પરમશાંતિનું ગંગાસ્નાન કરાવજો.

યોગેશ્વર પ્રભુ કરુણા કરીને ચરણે તમારા ઠારજો,
ભક્ત બાળને રામના અંકે રમાડીને વધાવજો.

સર્વેશ્વરી કર જોડી પ્રાર્થે, પ્રણામ સહુના સ્વીકારજો,
ભક્ત બાળને ભક્ત કુળમાં ભક્તિ કરવા લાવજો.

- મા સર્વેશ્વરી

Add comment

Submit