Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્યાસ પ્રચંડ પુરાતન લાગી.

દર્શનની આતુરતા ઉરમાં,
વ્યાકુળતા આંખે છે જાગી;
નિશદિન તલસ્યા કરે તમોને,
રોમ રોમમાં વીણા વાગી ....પ્યાસ.

ભોગ વિલાસે શમે નહીં એ,
મટે ગયે કૈલાસ ન કાશી;
મથુરા મક્કામાં ના બૂઝે,
જાણે હોય નહીં અવિનાશી ....પ્યાસ.

ગીતા ગંગાથીય ટળે ના,
થયે ગ્રંથ પાછળ અનુરાગી;
યોગ યાગથી પ્રબળ બને છે,
વિજન મહીં વધતી વણમાગી ....પ્યાસ.

પાણી કોઈ કામ ન આવે,
આવે વૈરાગી કે રાગી;
‘પાગલ’ આંખે આંખ મળે તો,
તરત મટે બનતાં બડભાગી ....પ્યાસ.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 

Add comment

Submit