Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે મારું જીવન પૂર્ણવિરામ.
ધ્યેય પરમપદ તમે જ મારું
વિશ્વ વળી અભિરામ ... તમે મારું

તમે જ મારે મન સુખ શાંતિ,
ઠરવા કેરું ઠામ,
તમારા જ ચરણોમાં મારો
આખરનો આરામ ... તમે મારું

તમારા વિના કોઇનુંયે
જીવનમાં ન કામ;
અંધતણી છો આંખ તમે તો
નિર્ધન માટે દામ ... તમે મારું

સુવા માટે ચરણોમાં મુજને
મંગલમય ઘનશ્યામ,
પ્રતીક્ષા કરું એ પળની હું
હૈયા રાખી હામ ... તમે મારું

પ્રેમીને તલસાવો ના વધુ
ભેટો દિનને યામ;
વ્યાપી ગયો હવે તો દિલમાં
દિવ્ય પ્રેમનો જામ ... તમે મારું

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit