Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમ નથી દિલમાં,
પ્રભુજી કેમ મળે પળમાં ?

લેશ રડે ના અંતર તારું
વિરહ તણા દવમાં;
ભૂલેચૂકે પણ ના ભાંગે
ભ્રાંતિ ખરે ભવમાં.
આકુળવ્યાકુળ થાય હૃદય ના
મિલનતણી સ્મૃતિમાં ... પ્રભુજી કેમ મળે

આંખમહીં અનુરાગ ન આંજ્યો,
વ્હાલ ન વચનોમાં;
ધમનીમાં ધડકાર ન થાયે,
સતત નથી સપનાં.
સુમનસમું સોળેય કલાએ
ખીલ્યું અંતર ના ... પ્રભુજી કેમ મળે

શરીરથી સેવા કર તેમ જ
ભાવો ભર મનમાં;
અંતરમાં અનુરાગ જગાવી
'પાગલ' બન ક્ષણમાં.
જગજીવન તો જરૂર જડશે
મળશે કણકણમાં ... પ્રભુજી કેમ મળે

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit